ગુજરાતમાં દિવાળી પહેલા નવું મંત્રીમંડળ મળશે! આ નેતાઓના નામ લગભગ નક્કી
દિવાળી પહેલા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. ધારાસભ્ય જયેશ રા

દિવાળી પહેલા જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ થઈ શકે છે. ધારાસભ્ય જયેશ રાદડિયા ,સી.જે ચાવડા, અલ્પેશ ઠાકોર, મહેશ કસવાલાની મંત્રી બનવાની શક્યતાઓ પ્રબળ બની છે. જીતુ વાઘાણીની પણ મંત્રી મંડળમાં રી એન્ટ્રી થઈ શકે છે. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના પૂર્વ મેયર કેયુર રોકડિયા પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.
મુખ્યમંત્રીના અનેક વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે ઓચિંતાના જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સાથે દિલ્હીનું તેડુ આવ્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલ, જગદીશ વિશ્વકર્મા તેમજ કેન્દ્રીય મંત્રી સી.આર પટેલ દ્વારા દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મોડી રાત સુધી બેઠક યોજાઈ હતી. તેને લઈને મંત્રીમંડળના વિસ્તરણની શક્યતા તેજ બની છે. હાલના મંત્રી મંડળમાંથી અનેક મંત્રીઓના પત્તા કપાશે એવી સંભાવનાઓ વચ્ચે નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. જીતુ ચૌધરી, સંગીતા પાટીલ, ઉદય કાનગડ, રિવાબા જાડેજાને પણ મંત્રી પદ મળી શકે છે. પ્રદેશ ભાજપના સંગઠનમાં પણ મોટાપાયે બદલાવની શક્યતા જોવાઈ રહી છે.




