સુરત: ધોરણ-9ની વિદ્યાર્થીની પર પાડોશીએ બગાડી નજર, ગળું દુષ્કર્મનો કર્યો પ્રયાસ
સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં ધોરણ 9ની વિદ્યાર્થિનીનું ગળું દબાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આરોપી પર

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં ધોરણ 9ની વિદ્યાર્થિનીનું ગળું દબાવી દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. આરોપી પર પાડોશમાં રહેતી કિશોરી સાથે બળજબરી કરવાનો આક્ષેપ છે.
આરોપીએ પીડિતાના માથા પર ગેસનો નાનો બાટલો મારી દીધો
આ ઘટના દરમિયાન કિશોરી હોમવર્ક કરી રહી હતી. કિશોરીએ બૂમાબૂમ કરતા આરોપીએ પીડિતાના માથા પર ગેસનો નાનો બાટલો મારી દીધો હતો, ત્યારબાદ તે બેભાન થઈ ગઈ હતી.
કિશોરીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ
આ પછી આરોપી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. કિશોરીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. રાંદેર પોલીસે પીડિતાના પિતાની ફરિયાદના આધારે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો.






