VIDEO: લાફાની અદાવત રાખીને 10થી વધુ શખ્સોના ટોળાનો રિક્ષા ચાલક પર હુમલો
અરવલ્લીના મોડાસામાં બસ સ્ટેશન પાસે આવેલા ડોક્ટર હાઉસ નજીક એક રિક્ષા ચાલક પર 10થી વધુ શ


અરવલ્લીના મોડાસામાં બસ સ્ટેશન પાસે આવેલા ડોક્ટર હાઉસ નજીક એક રિક્ષા ચાલક પર 10થી વધુ શખ્સોના ટોળાએ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. રિક્ષા લઈને જતી વખતે રસ્તામાં ઉભેલા એક શખ્સને હટી જવાનું કહેતા તેણે ગાળો ભાંડી હતી, જેના વળતા જવાબમાં રિક્ષા ચાલકે લાફો ઝીંકી દીધો હતો. આ લાફાની અદાવત રાખીને જ્યારે રિક્ષા ચાલક બીજો ફેરો મારી પરત ફરી રહ્યો હતો, ત્યારે ટોળાએ તેને આંતરીને હુમલો કર્યો હોવાના આક્ષેપ થયા છે. ઘટનાની જાણ થતા જ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.




