મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : અમદાવાદ પ્લેન ક્રેશની વરસી: "દીકરીની યાદોમાં આખું વર્ષ રડીને કાઢ્યું", મોડાસાના પરિવારે GSTV સમક્ષ ઠાલવી કાળજું કંપાવતી વેદના

ગત 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ

ગત 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જઈ રહેલું એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થવાની ભયાનક દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુખદ ઘટનામાં અરવલ્લી જિલ્લાની ત્રણ કમનસીબ મહિલાઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં મોડાસાના ખંભીસર ગામની જયશ્રી પટેલ પણ સામેલ હતી. બાળપણથી જ વિદેશ જવાની સોનેરી આંખોમાં ઈચ્છા રાખનારી જયશ્રીના લગ્ન આ ઘટનાના માત્ર ચાર મહિના અગાઉ જ થયા હતા અને તે લગ્ન બાદ પહેલીવાર પોતાના પતિ સાથે લંડન જવા માટે પ્લેનમાં સવાર થઈ હતી. પરંતુ આ કમનસીબ અકસ્માતે તેની વિદેશ જવાની ઈચ્છા હંમેશા માટે અધૂરી રાખી દીધી. પ્લેનક્રેશના એક વર્ષ બાદ આજે પણ મૃતક જયશ્રી પટેલના માતા-પિતા અને ભાઈ ઘેરા શોકમાં ડૂબેલા છે. સમગ્ર વર્ષ દરમિયાન જયશ્રીના સંસ્મરણો અને તેની યાદોને તાજી કરીને રડી રહેલા આ પરિવારે GSTV સમક્ષ પોતાની કાળજું કંપાવી દે તેવી વેદના વ્યક્ત કરી હતી.

આ સમાચાર શેર કરો