મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સેલવાસાની જાણિતી પ્લાસ્ટિક કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી, સદનસીબે જાનહાની ટળી

સેલવાસાના દાદરા વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક કંપનીમાં મોડી રાત્રે ભીષણ આ

સેલવાસાના દાદરા વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. જોતજોતામાં આગે સમગ્ર કંપનીને લપેટમાં લીધી હતી.આગને કાબૂમાં લેવા માટે સેલવાસાના 15 જેટલા ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દાદરા નગર હવેલી ઇમર્જન્સી ટીમ અને પોલીસ વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને કંપની તરફ જતા તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા હતા.

આખી રાત પાણી અને ફોર્મનો મારો ચલા

ફાયર ફાઇટરોએ આખી રાત પાણી અને ફોર્મનો મારો ચલાવ્યા બાદ હાલમાં આગ પર 95% જેટલો કાબૂ મેળવી લેવાયો છે. રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલમાં સંપૂર્ણપણે આગ બુઝાવવા માટે કુલિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી છે.

આ સમાચાર શેર કરો