સુરતમાં યોગોત્સવનું આયોજન, પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સામૂહિક યોગાભ્યાસ કરાયો
સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે

સુરતના અઠવાલાઈન્સ ખાતે આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરભરમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. વહેલી સવારે થયેલા આયોજનમાં લોકોએ એક સાથે સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. યોગ દિવસને 50 દિવસ બાકી રહ્યા હોવાથી જનજાગૃતિના ભાગરૂપે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વભરમાં ઉજવાશે ઉત્સવ
આયુષ મંત્રાલય મોરારજી દેસાઇ રાષ્ટ્રીય યોગ સંસ્થા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે યોગ મહોત્સવ-૨૦૨૪’નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતના અઠવાલાઇન્સ સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આ આયોજન કરાયું હતું. દર વર્ષે તા.૨૧ જૂને વિશ્વભરમાં યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવની ઉજવણીનાં 50 દિવસ પહેલા લોકોને યોગ માટે પ્રોત્સાહિત કરવાના હેતુસર યોગ મહોત્સવ-2024નુ આયોજન કરાયું હતું.
મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં
આ કાર્યક્રમમાં નાની વયના બાળકોથી લઈ મોટી ઉંમરના પુરુષો અને મહિલાઓ જોડાયા હતા. આ કાર્યક્ર્મમાં આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા, ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સત્યજીત પૌલ અને સુરત મહાનગર પાલિકાના કમિશ્નર શાલિની અગ્રવાલની હાજરી રહ્યાં હતાં. અન્ય મુખ્ય અતિથિ તરીકે અવિનાશ ચંદ્ર પાંડે કે જેઓ નવી દિલ્હીના ઇન્ટર-યુનિવર્સિટી એક્સિલરેટર સેન્ટર ખાતેના પ્રોફેસર પણ હાજર રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં અલગ અલગ સ્થળે રોજ યોગ કરનારા લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.








