Ahmedabad news: ચાઈનીઝ દોરીના 2 હજારથી વધુ ટેલર સાથે એક શખ્સ પકડાયો, જથ્થો મોકલનાર ફરાર
ઉત્તરાયણ નજીક આવતા ગેરકાયદે ચાઈનીઝ દોરીનો જથ્થો રાખતા ઈસમો સામે પોલીસ લાલ આંખ કરી રહી છે, ત્યારે

ઉત્તરાયણ નજીક આવતા ગેરકાયદે ચાઈનીઝ દોરીનો જથ્થો રાખતા ઈસમો સામે પોલીસ લાલ આંખ કરી રહી છે, ત્યારે અમદાવાદમાં રામોલ પોલીસે 8.16 લાખની કિંમતના બે હજારથી વધુ ટેલર સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે.
ચાઈનીઝ દોરી મોકલનાર સુરતનો શખ્સ ફરાર
પ્રાપ્ત માહિતી મુજબ ઉત્તરાયણ પહેલા રામોલ પોલીસે ચાઈનીઝ દોરીનું ખરીદ વેચાણ કરનાર ઈસમ સામે કાર્યવાહી કરી છે. રીંગ રોડ પર ટ્રાવેલ્સનાં મેદાનમાંથી પોલીસે 8.16 લાખની કિંમતના ચાઈનીઝ દોરીનાં 2040 ટેલર કબ્જે કરી સલીમ મન્સુરી નામનાં યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ચાઈનીઝ દોરીનો જથ્થો મોકલનાર સુરતનો શખ્સ ફરાર છે.




