કચરો નાખવાની બાબતે થયો ઝઘડો, કોડીનારમાં પાડોશીએ કરી મહિલાની હત્યા
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોની કે જેને બિહારી કોલોની તરીકે ઓળ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોની કે જેને બિહારી કોલોની તરીકે ઓળખવામાં આવે છે, તેમ કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં બે મહિલા વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં એક મહિલાનાં પતિ દ્વારા પાડોશી મહિલા સંજુકુમારીની છરી મારીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. આ બાબતે કોડીનાર પોલીસે મૃતક મહિલાના પતિની ફરિયાદ પરથી હત્યારા પતિ પત્નીની ધરપકડ કરી છે.
કોડીનાર સ્થિત ખાનગી સિમેન્ટ કંપનીની રેલવે કોલોનીમાં રહેતા હેમંતકુમાર યાદવની પત્ની સંજુકુમારી યાદવ ઉંમર વર્ષ 39 બપોરનાં સમયે ઘરે હતી ત્યારે તેના પાડોશમાં રહેતા ગુડિયાદેવી સાથે કચરો નાખવા જેવી સામાન્ય બાબતમાં ઝગડો થયો હતો.
ગુડિયાદેવીનાં પતિ વિદ્યાસાગર વર્માએ ગુસ્સામાં આવી સંજુકુમારી ઉપર છરીનાં ઘા ઝીકી દેતા તેને ગંભીર રીતેઅંબુજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવામાં તેને આવતા ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી.
સામાન્ય તકરારનો ઝઘડો હત્યામાં પલટાતા પોલીસને જાણ કરવામાં આવી અને મહિલાના મૃતદેહને પી.એમ.અર્થે કોડીનાર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. કોડીનાર પોલીસ દ્વારા મૃતક મહિલા પર હુમલો કરનાર પતિ-પત્ની વિદ્યાસાગર અને ગુડિયાદેવીને ઝડપી પાડી આઈપીસીની કલમ 302, 323,114 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






