અમદાવાદ: ગોમતીપુરમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો પસાર થાય છે તે રસ્તા પર પડ્યો મોટો ભૂવો
અમદાવાદના અનેક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વર

અમદાવાદના અનેક વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ અમદાવાદમાં ધીમી ધારે વરસાદ વરસ્યો છે. ત્યારે બીજી તરફ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીથી ભૂવા પડવાની ઘટના સામે આવી છે. શહેરના સંખ્યાબંધ રસ્તાઓની હાલત બિસ્માર જોવા મળી રહી છે.
ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા
ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. કેટલાક રસ્તાઓ જાણે તળાવ બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
અંડરગ્રાઉન્ડ મેટ્રો પસાર થાય છે તે રસ્તા પર પડ્યો ભૂવો
ગોમતીપુરમાં મોટો ભૂવો પડ્યો છે, જે રસ્તા પર ભૂવો પડ્યો છે તેની નીચેથી જ અંડરગ્રાઉન્ડ મેટ્રો પસાર થાય છે. AMCએ હાલ તે સમગ્ર રસ્તાને કોર્ડન કરીને બેરીકેડ મૂક્યા છે. ત્યારે બીજી તરફ જો કોઈ વાહન તે રસ્તા પરથી નીકડ્યો હોત અને ત્યારે ભૂવો પડ્યો હોત તો સ્થિતિ શું સર્જાત તે પણ એક યક્ષ પ્રશ્ન છે.






