Video: નિઝરમાં લાંબા સમયથી ફરાર આરોપી ઝડપાયો

તાપી જિલ્લા એલસીબીને પોલીસે સ્ફોટક પદાર્થના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ ચાલતા એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. નિઝર પોલીસ મથકે અગાઉ નોંધાયેલા સ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળના ગુનામાં આ ઇસમ સંડોવાયેલો હતો અને પોલીસથી બચીને ફરાર ફરતો હતો. જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે બાતમીવાળા સ્થળ પર વોચ ગોઠવીને નિઝરના વાંકા વિસ્તાર પાસેથી વોન્ટેડ આરોપીને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીનું નામ ભંવર જાટ હોવાનું સામે આવ્યું છે. એલસીબી પોલીસે પકડાયેલા આ આરોપીને વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે નિઝર પોલીસ સ્ટેશનને સુપરત કર્યો છે. આ કાર્યવાહીથી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
જાહેરાત











