Video: ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં ભીષણ આગ

સોર્સ: gstv

પંચમહાલના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આગ લાગી હતી..અંહીના હંગામી બસ સ્ટેશનમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગની ચપેટમાં કંટ્રોલ રૂમ અને ૬ જેટલી દુકાનો ખાખ થઈ ગઈ હતી, જેને કારણે મુસાફરોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને અંદાજે બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આગમાં મોટાપાયે નુકસાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયુ નથી.

આ સમાચાર શેર કરો

જાહેરાત