VIDEO BREAKING : તાપીના નિઝરમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્ત્વો પર તંત્રની લાલ આંખ
સોર્સ : GSTV
તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ભૂસ્તર વિભાગ અને એફએસ સુરતની ટીમે રાત્રિ દરમિયાન સપાટો બોલાવી ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વો પર લાલ આંખ કરી છે. સુલવાડા-વ્યાવલ નદીના પટ્ટમાં હાથ ધરવામાં આવેલા આ દરોડા દરમિયાન બિનઅધિકૃત રેતી ખનન અને વહન કરતા 9 ડમ્પર, 1 યાંત્રિક નાવડી, 1 મશીન અને 1 ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. તંત્રએ સ્થળ પરથી 8 ખાલી ડમ્પર સીઝ કરી વાંકા ચેકપોસ્ટ ખાતે કસ્ટડીમાં રાખ્યા છે. અંદાજે 2.5 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી રેતી માફિયાઓ વિરુદ્ધ નિયમ મુજબ કડક દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

