રાજકોટમાં 700થી વધુ રીઢા ગુનેગારોના નામની યાદી કરાઇ તૈયાર, લિસ્ટ ગાંધીનગર રવાના કરાયું
ગુજરાતમાં પોલીસ વડાના આદેશ બાદ વારંવાર ગુના આચારતા તમામ જિલ્લાના પોલીસ તંત્ર દ્વા

ગુજરાતમાં પોલીસ વડાના આદેશ બાદ વારંવાર ગુના આચારતા તમામ જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા રીઢા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. રાજકોટમાં શહેર પોલીસ દ્વારા 756 ગુનેગારોના નામની યાદી તૈયાર કરવામાં આવી. વિગતવાર જોઈએ તો,
1) મિલકત સંબંધિત ગુનાઓ આચરતા : 221
2) શરીર સંબંધિત ગુન્હાઓ આચરતા : 36
3) ધાક ધમકી અને ખંડણીના ગુન્હાઓ આચરતા:11
4) પ્રોહિબિશનના ગુન્હાઓ આચરતા : 301
5) જુગારના ગુન્હાઓ આચરતા : 57
6) અન્ય ગુન્હાઓ આચરતા : 130
એમ કુલ 756 જેટલા આરોપીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. આ તમામ આરોપીઓનું લિસ્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યું. ગાંધીનગરથી આદેશ બાદ રાજકોટ શહેરમાં અવાર નવાર ગુનાઓ આચરતા રીઢા આરોપીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.






