જૂનાગઢના ઉમરાળામાં શ્રમિક પર સિંહનો હુમલો, ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં શખ્સને સારવાર અર્થે ખસેડાયો
માનવવસ્તીમાં સિંહોના આંટાફેરા વધ્યા છે, સાથે સાથે આસપાસના જંગલ વિસ્તારમાં પણ શિકારની શોધમાં સિંહ

માનવવસ્તીમાં સિંહોના આંટાફેરા વધ્યા છે, સાથે સાથે આસપાસના જંગલ વિસ્તારમાં પણ શિકારની શોધમાં સિંહ જોવા મળી રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે જૂનાગઢના ઉમરાળામાં પરપ્રાંતિય શ્રમિક પર સિંહે હુમલો કરવાની ઘટના સામે આવી છે.
સિંહે શ્રમિક પર હુમલો કરતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં શ્રમિકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સિંહે માનવ પર હુમલો કર્યો છે તે વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી. આ મામલે સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી. સિંહે શરીરના વિવિધ ભાગો પર સિંહના પંજાના નિશાન પણ છે.
સિંહના હુમલાને પગલે સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાયેલો છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય સંજોગોમાં સિંહ માણસ પર હુમલો કરતો નથી.પરંતુ કુદરતી હાજતે ગયેલા શ્રમિકને પશુ માનીને હુમલો કર્યો હોવાની શંકા સેવવામાં આવી રહી છે. સિંહ અન્ય કોઈ પર હુમલો કરે તે પહેલા વનવિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠી છે.






