સુરેન્દ્રનગર: ચોટીલામાંથી મોટી સંખ્યામાં વિસ્ફોટક પદાર્થનો જથ્થો ઝડપાયો, 4 ગોડાઉન પણ કરવામાં આવ્યા સીલ
ગુજરાત રાજ્યના ચોટીલામાંથી મોટી સંખ્યામાં વિસ્ફોટક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ

ગુજરાત રાજ્યના ચોટીલામાંથી મોટી સંખ્યામાં વિસ્ફોટક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ચોટીલા પ્રાંત અધિકારીએ વિસ્ફોટક પદાર્થોના સંગ્રહ અને વેચાણના ચાર ગોડાઉનો પર દરોડા પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. દરોડામાં રૂ. 67 લાખની કિંમતનો વિસ્ફોટક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે.
ચાર ગોડાઉનો પર દરોડા પાડીને મોટી કાર્યવાહી હાથ ધરી
ચોટીલા, નાવા, મેવાસા અને સરસાણા વિસ્તારોમાં આવેલા આ ગોડાઉનો અનિરુદ્ધસિંહ પ્રવીણસિંહ ઝાલા, જાડેજા ધ્રુવરાજસિંહ અને પી. ડી. રાવલના હોવાનું સામે આવ્યું છે.
વિસ્ફોટક પદાર્થોનો જથ્થો જપ્ત કરાયો
દરોડા દરમિયાન ખનન કાર્યો માટે ઉપયોગમાં લેવાતા વિસ્ફોટક પદાર્થોનો જથ્થો જપ્ત કરાયો હતો, જેમાં એલ્યુમિનિયમ સુપર ઇલેક્ટ્રિક ડિટોનેટેડ સોલાર કાર્ડ, ઇકો પ્રાઇમ સુપર પાવર-90 જેવા વિસ્ફોટકોનો સમાવેશ થાય છે.






