18 મે, શનિવારે અમદાવાદમાં યોજાશે કવિ આદિલ મન્સૂરીના જન્મદિન પ્રસંગે કવિ સંમેલન
તા. ૧૮ મે ,શનિવારે અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિક

તા. ૧૮ મે ,શનિવારે અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા કવિ,નાટ્યકાર ફરીદ મોહમ્મદ ગુલામનબી મન્સૂરી 'આદિલ'ના ૮૯મા જન્મદિન પ્રસંગે 'મળે ના મળે' શીર્ષક હેઠળ કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.
'મળે ના મળે' માં ગુજરાતી ભાષાના પ્રથમ હરોળના કવિઓ રાજેન્દ્ર શુકલ, માધવ રામાનુજ, દલપત પઢિયાર, હર્ષ બ્રહ્મભટ્ટ, રાજેશ વ્યાસ 'મિસ્કીન' અને કૃષ્ણ દવે 'આદિલ' મન્સૂરી સાથેના સંસ્મરણો અને સ્વરચિત કવિતાઓનો પાઠ કરશે. કવિ તાહા મન્સૂરી કવિસંમેલનનું સંચાલન કરશે.આ પ્રસંગે કવિતાના ભાવકો અને ચાહકો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.
તારીખ: ૧૮ મે, શનિવાર
સમય: સાંજે, ૫:૩૦ કલાકે
સ્થળ: રા.વિ.પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઑફ ઇન્ડિયાની પાછળ, આશ્રમ રોડ, અમદાવાદ
પ્રવેશ નિ:શુલ્ક








