મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અંકલેશ્વરના નોબેલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 3 ગામના લોકોને શ્વાસ રૂંધવાની તકલીફ

ભરૂચ: અંકલેશ્વરના નોબેલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. આ આગ એટલી ભીષણ છે કે માર્કેટની આજુબાજુના 3 ગામના લોક

અંકલેશ્વરના નોબેલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 3 ગામના લોકોને શ્વાસ રૂંધવાની તકલીફ

ભરૂચ: અંકલેશ્વરના નોબેલ માર્કેટમાં ભીષણ આગ લાગી છે. આ આગ એટલી ભીષણ છે કે માર્કેટની આજુબાજુના 3 ગામના લોકોને શ્વાસ રૂંધવાની તકલીફનો સામનો કરી રહ્યા છે.

ભરૂચના અંકલેશ્વરમાં સતત ત્રીજા દિવસે આગનો બનાવ સામે આવ્યો છે. બે દિવસ પહેલા પણ નોબેલ માર્કેટના સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગી હતી એજ સ્થળે ફરી એકવાર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર આગ લાગવાનો બનાવ બન્યો છે. સતત ત્રીજા દિવસે નોબેલ માર્કેટમાં રસાયણીક કચરામાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.આ અંગેની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ફાયટર  તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બે દિવસ પૂર્વે નોબેલ માર્કેટના સ્ક્રેપના 8 ગોડાઉનમાં આગ લાગી હતી એ જ સ્થળે ફરી એકવાર આગ ફાટી નીકળી છે ત્યારે રસાયણિક કચરો કોઈએ સળગાવ્યો છે કે પછી આકસ્મિક સંજોગોમાં આગ ફાટી નીકળી છે તે તપાસનો વિષય છે ત્યારે અંકલેશ્વરમાં છેલ્લા ત્રણ દિવસથી આગના બનાવોએ ભારે અફરાતફરીનો માહોલ સર્જ્યો છે.

આ સમાચાર શેર કરો