બનાસકાંઠા : પાલનપુરમાં કાનુની સલાહ લેવા ગયેલી યુવતી પર વકીલે સાથી પાસે કરાવ્યો બળાત્કાર
બનાસકાંઠાના પાલનપુરમાં બળાત્કારની ચોંકવનારી ઘટના સામે આવી છે, જેમાં વકીલ પાસે કાનુની સલાહ લેવા ગય

બનાસકાંઠાના પાલનપુરમાં બળાત્કારની ચોંકવનારી ઘટના સામે આવી છે, જેમાં વકીલ પાસે કાનુની સલાહ લેવા ગયેલી યુવતી પર તે વકીલે તેના સાથી પાસે બળાત્કાર કરાવ્યો હતો. બળાત્કારના આ ગુનામાં બે મહિલાઓએ પણ આરોપીની મદદગારી કરી છે. આ તમામ 5 લોકો સામે ગુનો નોંધ્યો છે.
આરોપીઓની વિગત
- ઇન્દ્રિશ પઠાણ - વકીલ, જેની પાસે યુવતી ગઈ હતી
- લાલો ઉર્ફે અફઝલ માલવ - યુવતી પર બળાત્કાર કરનાર ઇન્દ્રિશનો સાથી
- સંગીતા સોલંકી - જેના ઘરે યુવતીને 3 દિવસ ગોંધી રખાઈ હતી તે
- અનિતા ગૌસ્વામી - બળાત્કારમાં મદદ કરનાર
- જાવેદ મકરાણી - બળાત્કારમાં મદદ કરનાર
યુવતીને મહિલાના ઘરે 3 દિવસ ગોંધી રાખી કરાવ્યો બળાત્કાર
આ કેસ અંગેની માહિતી આપતા પાલનપુર DySP જીગ્નેશ ગામીતે જણાવ્યું હતું કે બ્યુટીપાર્લરના વ્યવસાય સાથે સંકળાયેલી ડીસાની યુવતીને તેના મિત્ર સાથે ઝઘડો થતા આ બાબતે કાનૂની સલાહ લેવા યુવતી વકીલ ઇન્દ્રિશ પઠાણ પાસે ગઈ હતી.
ઇન્દ્રિશ પઠાણે આ યુવતીને ગુનામાં મદદ કરનાર મહિલા સંગીતા સોલંકીના ઘરે મોકલી હતી, જ્યાં 3 દિવસ તેને ગોંધી રખાઈ હતી. આ 3 દિવસ દરમિયાન ઇન્દ્રિશ પઠાણના સાથી લાલો ઉર્ફે અફઝલ માલવે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો.
પોલીસે બળાત્કાર કરનારની કરી ધરપકડ
આ કેસમાં યુવતીની ફરિયાદના આધારે પોલીસે લાલો ઉર્ફે અફઝલ માલવની ધરપકડ કરી છે, સાથે ગુનાના અન્ય આરોપી ઇન્દ્રિશ પઠાણ, સંગીતા સોલંકી, અનિતા ગૌસ્વામી, જાવેદ મકરાણીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.






