મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગઢડા:રસ્તાના વિવાદમાં બે મહિલાઓ આમને સામને, એક મહિલાએ ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

બોટાદના ગઢડાના જનડા ગામે વાડીનો રસ્તો ખુલ્લો કરાવવા જતા યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો

ગઢડા:રસ્તાના વિવાદમાં બે મહિલાઓ આમને સામને, એક મહિલાએ ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

બોટાદના ગઢડાના જનડા ગામે વાડીનો રસ્તો ખુલ્લો કરાવવા જતા યુવતીએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.એટલું જ નહીં ગઢડાના સર્કલ ઓફિસરે કુલદિપસિહ સોલંકીએ બે મહિલા અને એક પુરૂષ  વિરૂધ્ધ ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

 ભાવનાબેન નામની મહિલાએ જેસીબી નીચે સૂઈને કામગીરી અટકાવી

 જનડા ગામના નથુભાઈ ઓધાભાઈ ઈટાળીયા અને દિલીપભાઈ મોહનભાઈ ઈટાળીયા વચ્ચે રસ્તાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ગઢડા મામલતદારે જમીનમાં રસ્તો ખુલ્લો કરાવવાનો હુકમ કરાતા સર્કલ ઓફિસર પોલીસ બંદોબસ્ત સાથે ગયાં હતાં. તંત્ર દ્વારા રસ્તો ખુલ્લો કરાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા ત્રણેય શખ્સોએ કામગીરી અટકાવી હતી.જેમાં ભાવનાબેન નામની મહિલાએ જેસીબી નીચે સૂઈને કામગીરી અટકાવી તો કોમલબેને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો.

કોમલબેને ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયત્ન કર્યો

પોલીસની ગાડીમાં મહિલાને સારવારઅર્થે પહોંચાડવામાં આવી હતી. સમગ્ર મામલે સર્કલ ઓફિસર કુલદિપસિહ મહેન્દ્રસિહ સોલંકીએ ત્રણ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા ગઢડા પોલીસે દિલીપભાઈ મોહનભાઈ ઈટાળીયા, કોમલબેન ઈટાળીયા, ભાવનાબેન ઈટાળીયા વિરૂધ્ધ કલમ ફરીયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો