VIDEO: શિંગોડા નદીના બ્રિજ ઉપર મહાકાય મગર ફરવા નીકળ્યો
ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છાછર ગામે શિંગોડા નદી પરના બ્રિજ પર મહાકાઈ મગર
ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છાછર ગામે શિંગોડા નદી પરના બ્રિજ પર મહાકાઈ મગર ચડી આવી. રોડ પર મગરે દેખા દેતા મોટી સંખ્યામાં લોકો ઊમટ્યા હતા. જો કે થોડીવાર બાદ ફરી મગર નદીમાં ગરકાવ થઈ ગયા. શિંગોડા નદીમાં મોટી સંખ્યામાં મગરોનું સામ્રાજ્ય છે. અવાર નવાર મગરો બ્રિજ ઉપર આવી ચડે છે. લોકોએ આ બ્રિજ ઉપરથી પસાર થતાં સાવધ રહેવાની જરૂર છે.




