સુરતમાં મસ્જિદ નજીક હત્યા, બહેન સાથે પ્રેમ સંબંધની શંકામાં મિત્રએ જ મિત્રને ઉતાર્યો મોતને ઘાટ
સુરતમાં પવિત્ર રમઝામ માસ ચાલી રહ્યો હોવા છતાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. રમઝાનમાં ઈબાદત માટે મોટી સ

સુરતમાં પવિત્ર રમઝામ માસ ચાલી રહ્યો હોવા છતાં હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. રમઝાનમાં ઈબાદત માટે મોટી સંખ્યામાં લોકો મસ્જિદ પર ઉમટતાં હોય છે. તેમ છતાં મિત્રએ જ તેની બહેન સાથે પ્રેમ સંબંધની શંકા રાખીને મિત્રને મસ્જિદની બાજુમાં જ મોતને ઘાટ ઉતાર્યો હતો. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાની ગંભીરતા પારખીને તપાસમા જોતરાયાં હતાં.
લિંબાયત વિસ્તારમાં આવેલી નુરાની મસ્જિદ પાસે હત્યાનો બનાવ બન્યો હતો. બહેન સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ મિત્રએ જ કરી મિત્રની હત્યા કરી હતી. ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. શેહબાઝ ખાન નામના યુવકની હત્યા કરવામાં આવી હતી. અન્ય એક વ્યક્તિ પર પણ જીવલેણ હુમલો કરી ઇજા પહોંચાડવામાં આવી હતી.
પોલીસે કહ્યું કે, ઇજાગ્રસ્તને સારવાર અર્થે સ્મીમેર ખસેડાયો હતો. જ્યારે મૃતક શેહબાઝ ખાનની લાશને પીએમ અર્થે સુરત સ્મીમેર ખસેડી વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે. આરોપીને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. ઝડપથી આરોપીને ઝડપી લેવામાં આવશે તેવી શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.






