અમદાવાદ : પ્રહલાદનગરમાં ઈમારતમાં લાગી આગ, ફાયરના જવાનોએ 64 લોકોનું કર્યું રેસ્કયું
અમદાવાદના પ્રહલાદનગર કોમર્શિયલ બિલ્ડિંગના નવમા માળે આગ લાગી હતી. આગને કારણે બિલ્ડિંગમાં અને લિફ્ટમ

અમદાવાદના પ્રહલાદનગર કોમર્શિયલ બિલ્ડિંગના નવમા માળે આગ લાગી હતી. આગને કારણે બિલ્ડિંગમાં અને લિફ્ટમાં અનેક લોકો ફસાયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયરવિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી દીધો હતો.
બિલ્ડિંગમાં ફસાયેલા 64 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવી દીધો હતો. બિલ્ડિંગમાં ફસાયેલા 64 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા.
જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ફાયર વિભાગના જવાનોએ આગનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો તો એસીમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાયું હતું.






