રાજકોટ: નવાગામ રોડ પર ખુલ્લી ગટરમાં વાહન ચાલક ફસાયો, મનપાની બેદરકારીથી જશે કોઈનો જીવ
રાજકોટ મહાનગર પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના નવાગામ રોડ પર ગટરનું ઢાકણું ખુલ્લું હોવાથી એક

રાજકોટ મહાનગર પાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરના નવાગામ રોડ પર ગટરનું ઢાકણું ખુલ્લું હોવાથી એક શખ્સ વાહન સાથે ફસાયો હતો. જેનો વીડિયો જાગૃત નાગરીકે સોશીયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવા છતાં કોઈ બેરિકેટ મુકવામાં આવ્યા નહોતા.
શું મનપા હજુ કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહી છે?
શું મનપા હજુ કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહી છે, આ ઉલ્લેખનીય છે કે થોડાક દિવસ પહેલા આવી જ એક ઘટના રાજકોટમાંથી સામે આવી હતી.
ગટરના ઢાંકણાની ફ્રેમ તૂટી ગઈ હતી
જેમાં ગાંધીગ્રામ હીરાના બંગલા નજીક ભૂગર્ભ ગટરમાં પડી જતા વનરાજસિંહ જાડેજા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જે સ્થળ પર દુર્ઘટના થઈ હતી ત્યાં ઢાંકણાની ફ્રેમ તૂટી ગઈ હતી. ત્યાંજ આ અકસ્માત સર્જાયો હતો.






