સરકારી હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં માંસનો લોચો ખાતો જોવા મળ્યો શ્વાન! ગુજરાતના આ શહેરમાં બની ઘટના
સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો અણઘડ વહીવટ

સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલ અને મેડિકલ કોલેજનો અણઘડ વહીવટ વધુ એક વખત સામે આવ્યો છે. જી.જી. હોસ્પિટલમાં નવી બિલ્ડીંગ તરીકે ઓળખાતા - સર્જીકલ વિભાગના ઓપરેશન થિયેટરમાં શ્વાન બિદાન્સ રીતે શ્વાન આંટાફેરા મારે છે, અને ઓપરેશન થિયેટરમાંથી માંસનો લોચો લઈ તેને પલંગ નીચે નિરાંતે ખાઈ રહ્યો છે.
માંસનો લોચો લઈ નિરાંતે ખાતા શ્વાનનો ફોટો વાયરલ
માંસનો લોચો લઈ નિરાંતે ખાતા શ્વાનનો ફોટો વાયરલ થયો છે, શ્વાનનો આંતક હવે જી જી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર સુધી પહોંચ્યો છે.




