મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વિવાદ વધુ વકર્યો : પરશોત્તમ રૂપાલાના ઉગ્ર વિરોધ વચ્ચે કોર્ટમાં ફરિયાદ નોંધાઈ

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલા જ એક કાર્યક્રમમાં

વિવાદ વધુ વકર્યો : પરશોત્તમ રૂપાલાના ઉગ્ર વિરોધ વચ્ચે કોર્ટમાં ફરિયાદ નોંધાઈ

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલા જ એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. આ મામલે રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં ઠેર-ઠેર ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. જોકે, રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ વિવાદ દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે. ત્યારે હવે આ મામલે પરશોત્તમ વિરુદ્ધ ગોંડલ કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ નોંધાઈ છે. જેના પગલે તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.  આગામી 23મી એપ્રિલના રોજ વધુ સુનાવણી થશે. 

રાજકોટ જિલ્લાના ગોંડલના ચોરડી ગામના અને ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા હર્ષદસિંહ ઝાલાએ પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ ગોંડલ કોર્ટમાં માનહાની ફરિયાદ નોંધાવી છે. રૂપાલા વિરુદ્ધ કલમ ૪૯૯, ૫૦૦ મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

પરશોત્તમ રૂપાલાએ શું કહ્યું હતું?

પરશોત્તમ રૂપાલાની અનુસૂચિત જાતિ સમુદાયના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ અંગે બોલતા સમયે તેમની જીભ લપસી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં રૂપાલાએ કહ્યું હતું કે, ‘અંગ્રેજોએ દમન કરવામાં કઈ બાકી નહોતું રાખ્યું અને મહારાજાઓ નમ્યા, રાજા-મહારાજાઓએ રોટી-બેટીના વ્યવહારો કર્યા હતા, પણ મારા રૂખી સમાજે ન તો ધરમ બદલ્યો, ન તો વ્યવહારો કર્યા, સૌથી વધુ દમન તેમના પર થયા હતા.

આ સમાચાર શેર કરો