મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surendrangar news: રાજીનામું ધર્યાના એક દિવસ બાદ રાજુ કરપડાએ AAPના નેતાઓ સામે કર્યાં પ્રહાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને પક્ષના સંગઠન વિસ્તરણ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક મોટો ફટકો પ

Surendrangar news: રાજીનામું ધર્યાના એક દિવસ બાદ રાજુ કરપડાએ  AAPના નેતાઓ સામે કર્યાં પ્રહાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અને પક્ષના સંગઠન વિસ્તરણ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ને વધુ એક મોટો ફટકો પડ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના જાણીતા અને ખેડૂત નેતા રાજુ કરપડાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. રાજીનામા બાદ આજે (12મી ફેબ્રુઆરી) યોજાયેલી પત્રકાર પરિષદમાં તેમણે પોતાની વ્યથા ઠાલવતા પક્ષના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે.

રાજુ કરપડાના 'આપ' પર પ્રહાર

રાજુ કરપડાએ મીડિયા સમક્ષ પક્ષ સાથેના છેડા ફાડવા પાછળના અનેક કારણો રજૂ કર્યા હતા. તેણે જણાવ્યું કે, 'હું રાજનીતિમાં નહોતા ત્યારે પણ ખેડૂતો માટે લડતા હતા અને અનેક વાર ન્યાય અપાવવા પ્રયાસો કર્યાં છે. હું 'AAP'ને મજબૂત બનાવવા માટે લડ્યો હતો અને પક્ષમાં પરિવાર કરતા વધુ વફાદાર રહ્યો હતો.

આપ પર ગંભીર આક્ષેપ કરતા તેણે કહ્યું કે, 'હું જેલ બહાર ન આવું તેવી કેટલાક નેતાઓની માનસિકતા હતી. પ્રદેશના કેટલાક નેતાઓએ મને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. જેલવાસ દરમિયાન પાર્ટી એક સારા વકીલની વ્યવસ્થા પણ કરી શકી નહોતી અને જેલમાં ખેડૂતોને કાનૂની મદદ મળી નહતી.'

શું હતો સમગ્ર મામલો?

12 ઑક્ટોબર, 2025ના રોજ બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહા પંચાયતનું આયોજન કરાયું હતું. પોલીસનો દાવો હતો કે, આ આયોજન મંજૂરી વિના કરાયું હતું. તેથી તે રોકવા માટે પોલીસ પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર પથ્થરમારો કર્યો હતો. આ સ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટિયર ગેસના શેલ છોડવા પડ્યા હતા.

આ સમાચાર શેર કરો