મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નિષ્ઠુર માતાએ પોતાના 15 દિવસના બાળકને કૂવામાં ફેંકી દીધો અને પછી અપહરણની વાર્તા ઘડી, આ રીતે થયો ખુલાસો

સાબરકાંઠાના ઇડરમાં સભ્ય સમાજને શર્મસાર કરે તેવી દુ:ખદ ઘટના સામે આવી છે. 18 વર્ષની માતાએ પોતાના 15 દિવસન

નિષ્ઠુર માતાએ પોતાના 15 દિવસના બાળકને કૂવામાં ફેંકી દીધો અને પછી અપહરણની વાર્તા ઘડી, આ રીતે થયો ખુલાસો

સાબરકાંઠાના ઇડરમાં સભ્ય સમાજને શર્મસાર કરે તેવી દુ:ખદ ઘટના સામે આવી છે. 18 વર્ષની માતાએ પોતાના 15 દિવસના બાળકને ઇજા થયા બાદ કૂવામાં ફેંકીને હત્યા કરી નાખી હતી. તે બાદ માતાએ બાળકનું અપહરણ થયું હોવાની ખોટી ફરિયાદ દાખલ કરી હતી. જોકે, પોલીસ તપાસમાં નિષ્ઠુર માતાએ જ પોતાના 15 દિવસના બાળકની હત્યા કરી હોવાનો ગુનો કબુલ્યો હતો.

માતાએ જ પોતાના 15 દિવસના બાળકની કરી હત્યા

મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠાના ઇડર તાલુકાના અચરાલ ગામમાં એક પરિવાર મજૂરી કામ કરે છે. યુવતીનો સમગ્ર પરિવાર મજૂરી અર્થે આસપાસના વિસ્તારમાં ગયો હતો. આ દરમિયાન 15 દિવસનું બાળક અચાનક જમીન ઉપર પડી જતા તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. બાળકને ઇજા થતા યુવતી ગભરાઇ ગઇ હતી. પરિવારના સભ્યો કંઇક કહેશે તે ડરથી યુવતીએ બાળકને પહેલા કાગળમાં લપેટ્યો હતો અને પથ્થરથી બાંધીને નજીકના કૂવામાં ફેંકી દીધો હતો અને પછી તે ઘરે જતી રહી હતી.

બાળક જોવા ના મળતા યુવતીને સવાલ કર્યા

જ્યારે યુવતીનો પરિવાર મજૂરી કામ કરીને ઘરે પરત ફર્યો ત્યારે બાળક જોવા ના મળતા યુવતીને સવાલ કર્યા હતા. આ દરમિયાન યુવતીએ જણાવ્યું કે તેના 15 દિવસના બાળકને અજાણ્યા લોકો ઉઠાવીને લઇ ગયા છે. સમગ્ર પરિવાર ચિંતાગ્રસ્ત સ્થિતિમાં નજીકના પોલીસ સ્ટેશને દોડ્યો હતો અને જાદર પોલીસ સ્ટેશનમાં બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે SOG,એલસીબી સહિતની ટીમો બાળકને શોધવા કામે લાગી હતી.

બાળકના અપહરણની તપાસની સોય યુવતી તરફ પહોંચી હતી. તે બાદ પોલીસે સમગ્ર પરિવારને તપાસ માટે પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. આ દરમિયાન યુવતીે સમગ્ર હકિકત પોલીસને જણાવી હતી અને પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. 

આ સમાચાર શેર કરો