મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: લીવ ઈનમાં રહેતા યુગલે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, સોશિયલ મીડિયા દ્વારા પાંગર્યો હતો પ્રેમ

રાજકોટમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા યગુલે આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. શહેરના રે

રાજકોટ: લીવ ઈનમાં રહેતા યુગલે ગળે ફાંસો ખાઈ કરી આત્મહત્યા, સોશિયલ મીડિયા દ્વારા પાંગર્યો હતો પ્રેમ

 રાજકોટમાં લીવ ઈન રિલેશનશીપમાં રહેતા યગુલે આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. શહેરના રેલ નગર વિસ્તારમાં શ્રીજી રેસીડેન્સીમાં રહેતા આ યુગલે આત્મહત્યા કરી હતી.  પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે મૃતક યુવાન અપરણિત હતો, અને મૃતક યુવતીના છૂટાછેડા થઈ ગયા હતા. બન્ને જણા સાથે રહેતા હતા. પ્રેમી યુગલે 10 દિવસ પહેલા જ આ મકાન ભાડે લીધું હતું. યુવતીના 15 વર્ષ પહેલા લગ્ન થયા હતા. પરંતુ પારિવારીક કારણને લીધે યુવતીએ છુટાછેડા લીધા હતા.

યુવાન અને યુવતી વચ્ચે દોઢ વર્ષથી પ્રેમમાં હતા

યુવાન અને યુવતી વચ્ચે દોઢ વર્ષથી પ્રેમ પાંગર્યો હતો. બન્નેની મુલાકાત ઈન્સટાગ્રામ પર થઈ હતી. યુવાન જ્યારે ઘરે આવ્યો ત્યારે પ્રેમિકાને ગળેફાંસો ખાઈને લટકતી હાલતમાં જોતા આઘાતમાં સરી પડ્યો હતો. ત્યાર બાદ તેણે પણ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.

પ્રેમી યુગલે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં તપાસ

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચી હતી. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવી હતી.પ્રેમી યુગલે કયા કારણોસર આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસે તપાસ આદરી છે.

આ સમાચાર શેર કરો