મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારના બે આગેવાનો વચ્ચે કોલ્ડવોર વકર્યો, બદલાની રાજનીતિ શરૂ થઇ

સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારના બે આગેવાનો વચ્ચે કોલ્ડવોર વકર્યો છે. જયેશ રાદડિયા

સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારના બે આગેવાનો વચ્ચે કોલ્ડવોર વકર્યો, બદલાની રાજનીતિ શરૂ થઇ

સૌરાષ્ટ્રમાં લેઉવા પાટીદારના બે આગેવાનો વચ્ચે કોલ્ડવોર વકર્યો છે. જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેના કોલ્ડવોરમાં હવે બદલાની રાજનીતિ શરૂ થઇ છે. ઇફકોની ચૂંટણીમાં ખોડલધામ દ્વારા રાદડિયા વિરૂદ્ધ મતદાનની અપીલ કરવામાં આવી હતી જેની સામે જયેશ રાદડિયાએ નરેશ પટેલના ખાસ ગણાતા દિનેશ કુંભાણીના ફર્ટીલાઇઝરનું સપ્લાય બંધ કરાવ્યું છે. 

જયેશ રાદડિયાએ રાજકોટ અને મોરબી જિલ્લામાં નર્મદા બાયોટેક ફર્ટીલાઇઝરની સપ્લાય સહકારી મંડળીઓમાં બંધ કરાવી છે. રાદડિયા રાજકોટ મોરબી જિલ્લાના સહકારી મંડળીઓમાં વર્ચસ્વ ધરાવે છે. 2017થી જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે કોલ્ડવોર ચાલી રહ્યું છે.

આ સમાચાર શેર કરો