વલસાડ: ગ્લોબલ કિચન નામની હોટલમાં ખીચડીમાંથી નીકળ્યો વંદો, ગ્રાહકે મચાવ્યો હોબાળો
રાજ્યની વલસાડની હોટલોમાં ગ્રાહકના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું સામે આવ્યું

રાજ્યની વલસાડની હોટલોમાં ગ્રાહકના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. વલસાડના નેશનલ હાઇવે 48 પર પારનેરા ગામ નજીક આવેલી હોટલમાં જમવાની ડીશમાંથી વંદો નીકળ્યો હતો.
ખીચડીમાંથી વંદો નીકળ્યો
ગ્રાહક દ્વારા મંગાવવામાં આવેલી ખીચડીમાંથી વંદો નીકળ્યો હતો. નેશનલ હાઈવે પર આવેલી 365 ગ્લોબલ કિચન નામની હોટલમાં ખીચડીમાંથી વાંદો નીકળતા ગ્રાહકે હોબાળો કર્યો હતો. ગ્રાહકે ફૂડ વિભાગમાં કાર્યવાહી કરી છે.




