મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Anand news: ચાઈનીઝ દોરીથી ગળું કપાતાં બાળકનું કરૂણ મોત, અન્ય એક ગંભીર ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

આણંદ જિલ્લાના ખંભાત અને કરમસદમાં ઉતરાયણ પર્વની ઉજવણી જીવલેણ બની છે, દોરીથી બેના ગળા કપાયા

Anand news: ચાઈનીઝ દોરીથી ગળું કપાતાં બાળકનું કરૂણ મોત, અન્ય એક ગંભીર ઇજાગ્રસ્ત થતાં સારવાર હેઠળ

આણંદ જિલ્લાના ખંભાત અને કરમસદમાં ઉતરાયણ પર્વની ઉજવણી જીવલેણ બની છે, દોરીથી બેના ગળા કપાયા છે, જે પૈકી એક માસુમ બાળકનું મોત નીપજ્યું છે. ચાઈનીઝ દોરીથી 8 વર્ષનાં બાળકનાં ગળાની મુખ્ય નસ કપાઈ જતાં તેને તાત્કાલિક સારવાર અર્થે ખંભાત જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જે બાદ વધુ સારવાર અર્થે કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત થયું છે. 

બદલપુર-રાલજ રોડની ઇન્દિરા કોલોની પાસે ધવલ પરમાર નામનું બાળક તેના પિતા સાથે જતો હતો, ત્યારે ઘાતક ચાઈનીઝ દોરી તેને ગળામાં ફસાઈ જવાથી તેનું ગળું કપાઈ ગયું હતું. જ્યારે આવો જ એક બનાવમાં આણંદમાં બન્યો હતો. અશોકભાઈ રામભાઈ ઠાકોરના ગળામાં દોરી ફસાઈ જવાથી તેમને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા છે.

આ સમાચાર શેર કરો