મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહુવા રોડ પર બેફામ દોડતી કારે અનેક વાહનોને મારી ટક્કર, એકનું મોત, 4 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગુજરાતમાંથી ભયાનક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી ચે. મળતા અહેવાલ પ્રમાણે અમરેલીના સા

ગુજરાતમાંથી ભયાનક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી ચે. મળતા અહેવાલ પ્રમાણે  અમરેલીના સાંવરકુંડલામાં મહુવા રોડ પર રાતે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક બેફામ કારચાલકે એકથી વધુ વાહનોને અડફેટે લેતા ફંગોળી નાખ્યા હતા. કારની લપેટમાં લગભગ બેથી ત્રણ બાઈક-સ્કૂટર આવી ગયા હતા. ઘટનાને પગલે એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું,  જ્યારે અન્ય ચાર લોકોને પણ ગંભીર ઈજા પહોંચી હતી. 

ઘટના બાદ CCTV સામે આવ્યા 

માહિતી અનુસાર આ સમગ્ર ઘટના રોડ કિનારે લાગેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ હતી. જેમાં ઘટનાની ભયાવહતા દેખાઈ આવે છે. એક કાર પૂરપાટ ઝડપે દોડતી એક પછી એક અનેક વાહનોને અડફેટે લેતી દેખાય છે.

ઘટનાની જાણ થતાં જ રાહદારીઓ એકઠાં થઈ ગયા

ઘટનાની જાણ થતાં જ રાહદારીઓ એકઠાં થઈ ગયા હતા અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કાર ચાલકે ભયાનક અકસ્માત સર્જતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.

આ સમાચાર શેર કરો