મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : નહેરુનગરમાં પાર્કિંગમાં રમતી બાળકીને કાર ચાલકે કચડી નાખી, સમગ્ર બનાવ CCTVમાં કેદ

અમદાવાદમાં કાર ચાલકે બાળકીને કચડી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં નહેરુનગર પાર્કિંગમા

અમદાવાદ : નહેરુનગરમાં પાર્કિંગમાં રમતી બાળકીને કાર ચાલકે કચડી નાખી, સમગ્ર બનાવ CCTVમાં કેદ


અમદાવાદમાં કાર ચાલકે બાળકીને કચડી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં નહેરુનગર પાર્કિંગમાં રમતી બાળકીને કાર ચાલકે ટક્કર મારતા મોત નિપજ્યું છે. આ સમગ્ર બનાવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના પશ્ચિમ વિસ્તારમાં નહેરુનગરની કલાનિકેતન સોસાયટીમાં કાર ચાલકે પાર્કિંગમાં રમતી આશરે દોઢ વર્ષની બાળકીને ટક્કર મારી હતી. એટલું જ નહીં કારનું ટાયર તેના પર ફરી વળ્યું હતું. જેના પગલે બાળકીનું કમકમાટીભર્યું મોત થયું છે. 

બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો