મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખેરાલુ-સતલાસણા હાઇવે પર બસ ડ્રાઇવરે અચાનક બ્રેક મારતા આધેડ જમીન પર પટકાયા, સારવાર મળે તે પહેલા જ મોત

ખેરાલુ-સતલાસણા હાઈવે પર એસટી બસમાંથી નીચે પટકાતા આધેડનું મોત

ખેરાલુ-સતલાસણા હાઇવે પર બસ ડ્રાઇવરે અચાનક બ્રેક મારતા આધેડ જમીન પર પટકાયા, સારવાર મળે તે પહેલા જ મોત

ખેરાલુ-સતલાસણા હાઈવે પર એસટી બસમાંથી નીચે પટકાતા આધેડનું મોત નીપજ્યું છે. અંબાજી દર્શન કરી  દંપતી પરત ફરી રહ્યા હતા  બસમાં દંપતી રવાના થયા હતા  અંબાજીથી વાઘોડિયા જઈ રહેલી બસમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. દંપતી બસના આગળના ભાગે બેઠા હતા, તે દરમ્યાન બસ આગળ અચાનક કાર આવી જતા ડ્રાઈવરે બ્રેક મારી હતી.

અચાનક ડ્રાઈવરે બ્રેક મારતા આધેડ નીચે પટકાયા

અચાનક ડ્રાઈવરે બ્રેક મારતા આધેડ નીચે પટકાયા હતા. કેસરપુરા પાટીયા નજીક બસમાંથી નીચે પટકાતા આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હતી. 108 મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર મળે તે પહેલાં જ આધેડનું મોત થયું હતું. ખેરાલુ સિવિલ હોસ્પિટલના તબીબોએ આધેડને મૃત જાહેર કર્યા હતા. મૃતકની ઓળખ મુકેશભાઈ કનુભાઈ દવે તરીકે થઈ છે.

ખેરાલુ પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી

ઘટનાની જાણ થતાં ખેરાલુ પોલીસ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને આગળની કાર્યવાહી કરી હતી.

આ સમાચાર શેર કરો