મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આંખોની દ્રષ્ટિ વિહોણી વ્યક્તિ બની જાય પાંગળી, બીજા પર નિર્ભર રહેવું પડતું હોવાનો અપાયો મેસેજ

સુરતના ઉધના દરવાજા ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી દાતાઓ તરફથી શ્રીકાંત મૂવીના શોનું આયોજન કરવામ

આંખોની દ્રષ્ટિ વિહોણી વ્યક્તિ બની જાય પાંગળી, બીજા પર નિર્ભર રહેવું પડતું હોવાનો અપાયો મેસેજ

સુરતના ઉધના દરવાજા ખાતે આવેલા સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ અને સેવાભાવી દાતાઓ તરફથી શ્રીકાંત મૂવીના શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અડાજણના સિનેમા હોલ ખાતે યોજાયેલા આ શોમાં અલગ અલગ ધર્મના અગ્રણીઓ, ડોકટર્સ, ઉદ્યોગપતિઓ અને વૈશાલી ધાણાની, દીપક ગજ્જર અને કિરણ ખોખાણી જેવા આજના ઇન્ફ્લુએન્ઝર પણ જોડાયા હતા.

મૂવીથી એ બતાવવાના પ્રયાસ કરાયો છે કે, સમાજમાં વસતા જે લોકોની દ્રષ્ટિ નથી હોતી. તેઓનું જીવન કેટલું પાંગળું થઇ જાય છે. તેમજ અંધ વ્યક્તિ કેટલો લાચાર બની જાય છે. બીજાના પર નિર્ભર થઇ જાય છે, જે ખૂબ દુઃખની વાત કહેવાય. ત્યારે આ સંસ્થા એક મિશનથી કામ કરે છે. જે પણ વ્યક્તિ કોઇપણ જગ્યાએ કોઇપણ રીતે અંધ થાય છે. એની સંપુર્ણ જવાબદારી સંસ્થાની ઉઠાવે છે. તેનો હેતુ એક જ છે કે પૈસાના અભાવે પોતાની દ્રષ્ટિનો ઈલાજ કરાવી શકતા નથી, એવા મિત્રો ને આપણે સૌ એક થઇ તેમની દ્રષ્ટિ પછી લાવી આપવાનો સંકલ્પ લઈને આ સેવામાં આપણું પોતાનું યોગદાન આપીએ.

SVNM ની ટીમ Ujiyala દ્રારા આવનાર મહિના ની  ૨૩ જૂન, ૨૦૨૪ ને રવિવાર ના રોજ સવારે 10.05 થી 1.05 સુધીના સમયગાળા દરમ્યાન આ સેવાના સંદર્ભમાં એક મોટા પ્રોગ્રામનું આયોજન સુરત ઇન્ડોર સ્ટેડીયમ ખાતે કરેલ છે. જેમાં સૌને આમંત્રિત કર્યા હતા, તેમજ આ સેવામાં તેઓ સ્વેચ્છા એ જોડાયાં અને તેમના થકી બીજા કેટલાય સેવાભાવી લોકો જોડાશે જેની સૌએ ખાતરી આપી હતી. અને ડૉ. ભાવિન પટેલને લોકોએ વચન આપ્યું હતું અને કહ્યું કે આપ આગળ વધો અમે સૌ આપની સાથે છીએ. 

આ સમાચાર શેર કરો