હાલોલમાં ધોરણ 10ની પરીક્ષામાં મોટો છબરડો, વિદ્યાર્થીઓએ કરેલી ફરિયાદ પણ ધ્યાને ન લેવાઈ
પંચમહાલના હાલોલમાં ધોરણ 10ની ગણિતની પરીક્ષામાં મોટ્ટો છબરડો સામે આવ

પંચમહાલના હાલોલમાં ધોરણ 10ની ગણિતની પરીક્ષામાં મોટ્ટો છબરડો સામે આવ્યો છે. સ્ટાન્ડર્ડ મેથ્સના પેપરની જગ્યાએ બેઝિક મેથ્સનું પેપર અપાતાં વાલીઓએ મચાવ્યો હોબાળો.
હાલોલમાં વી.એમ.સ્કૂલમાં ધોરણ 10ના સ્ટાન્ડર્ડ મેથ્સના વિદ્યાર્થીઓને બેઝિક મેથ્સનું પેપર આપી દેવાયું. પેપર જોઈને વિદ્યાર્થીઓએ કરેલી ફરિયાદ ધ્યાને ન લેવાઈ. પેપર શરુ થયાના સવા કલાક પછી પરીક્ષા કેન્દ્ર સંચાલકને ભૂલ સમજતા `પેપર બદલવામાં આવ્યા.
સવા કલાક બાદ બેઝિકને બદલે સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર બદલ્યા બાદ વિદ્યાર્થીઓને માત્ર અડધો કલાક જેટલો એક્સ્ટ્રા ટાઈમ આપી સપરીમેન્ટરી લઈ લેવામાં આવતાં વાલીઓનો હોબાળો. ત્રીસ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થતાં વાલીઓએ શાળા ખાતે હોબાળો કર્યો. સ્થિતિને સાંભળવા હાલોલ પોલીસ પરીક્ષાકેન્દ્ર ખાતે પહોંચીને શાળા અને વાલીઓ વચ્ચે સમજાવટ માટે પ્રયત્ન હાથ ધરાયો હતો.






