વડોદરામાં આકૃતિ આર્ટ ગેલેરી ખાતે "અલ્પના રાંગોળી ગ્રુપ" દ્વારા સુંદર પ્રદર્શનીનું કરાયું આયોજન
વડોદરા કિર્તિ મંદિરની અંદર આવેલી આકૃતિ આર્ટ ગેલેરીમાં "અલ

વડોદરા કિર્તિ મંદિરની અંદર આવેલી આકૃતિ આર્ટ ગેલેરીમાં "અલ્પના રાંગોળી ગ્રુપ" દ્વારા સુંદર પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. "અલ્પના રાંગોળી ગ્રુપ" વર્ષ 1997થી સતત કાર્યરત છે, અને દર વર્ષની જેમ આ વર્ષે પણ તેમણે આ પ્રદર્શનીનું આયોજન કર્યું છે. જે 10 દિવસ માટે ખુલ્લી રહેશે.
આ સર્જનમાં જોડાયા છે ઘણા કલાકારો
આ કલાત્મક કૃતિ બનાવવા પાછળ લગભગ 5 દિવસનો સમય અને આશરે 75 કલાક જેટલું કાર્ય લાગ્યું છે. જેને અહિ અલગ અલગ કલાકારો દ્વારા પ્રદર્શિત કરવામાં આવ્યું છે. આ રંગોળી માત્ર રંગોથી નહીં પરંતુ ધીરજ, સમર્પણ અને કલાત્મક ભાવના દ્વારા રચાયેલ જીવંત ચિત્ર સમાન લાગે છે. આ પ્રદર્શનીના સર્જનમાં ઘણા કાલાકારો જોડાયેલા છે: સતીશ શિર્કે, ઇન્દ્રા ઉત્તેકર, રાખી તન્ના, સુષ્મા ધારકર, ઉમેશ મેન, મનીષ ધાનવડે, ફરુખ શેખ, દિવ્યા ભટ્ટ, કૃષ્ણા મિસ્ત્રી અને શાહ શ્યામા.
ક્યાર સુધી ખુલ્લી રહેશે આ પ્રદર્શની?
આ પ્રદર્શની 27 ઑક્ટોબર સુધી સૌ માટે ખુલ્લી રાખવામાં આવશે. જેનો સમય સાંજે 5.00 થી 10.00 નો રહેશે. કલાપ્રેમીઓએ જરૂરથી મુલાકાત લઈ આ રંગોનું સૌંદર્ય અને સર્જનશીલતાનો આનંદ માણવો જોઈએ.






