મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: મોટા નાયતા ગામના 7 વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટીવ, હાલ સારવાર હેઠળ

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હાલ રાજ્યમાં ચ

પાટણ: મોટા નાયતા ગામના 7 વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટીવ, હાલ સારવાર હેઠળ

ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હાલ રાજ્યમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા 140 થઈ છે, જ્યારે મૃત્યુઆંક 58એ પહોંચ્યો છે. ત્યારે હવે પાટણના સરસ્વતી તાલુકામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે.

મોટા નાયતા ગામે રહેતા 7 વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટીવ

 પાટણના સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામે રહેતા 7 વર્ષના બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. બાળકને તાવ આવતા ખાનગી હોસ્પિટલ અને ત્યારબાદ ધારપુર સિવિલ  હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામા આવ્યો. બાળકનો રિપોર્ટ પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ કામે લાગ્યું હતું. જે વિસ્તાર અને ઘરમાં રહે છે ત્યાં દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. 

બાળક સારવાર હેઠળ

બાળકમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા સીરમ સેમ્પલ તપાસ અર્થે અમદાવાદ લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. લેબ રિપોર્ટ આવતા બાળક ચાંદીપુરા વાયરસથી પોઝીટીવ હોવાનું સામે આવ્યું. બાળકની હાલ સારવાર ચાલી રહી છે. 

આ સમાચાર શેર કરો