સુરેન્દ્રનગરના રાજસીતાપુરના 46 વર્ષીય આર્મીમેનનું અમદાવાદમાં હાર્ટએટેકથી મોત
સુરેન્દ્રનગરના રાજસીતાપુરના 46 વર્ષીય આર્મીમેનનું અમદાવાદ હાર્ટએટેકથી મોત થયું છે.

સુરેન્દ્રનગરના રાજસીતાપુરના 46 વર્ષીય આર્મીમેનનું અમદાવાદ હાર્ટએટેકથી મોત થયું છે. ગામના આર્મીમેનનું અવસાન થતા રાજસીતાપુર સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી છવાઈ છે.
આર્મીમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા રાજસીતાપુરના આર્મીમેન ભરતભાઈ બાલુભાઈ પરમારનું હાર્ટ એટેકથી મોત અમદાવાદમાં મોત થયું છે. તેઓ અમદાવાદના શાહીબાગમાં આવેલા હનુમાન કેમ્પ ખાતે ઇન્ડિયન આર્મીમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન અચાનક તબિયત લથડતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં હાજર તબીબે હાર્ટએટેકથી તેમનું મોત થયું હોવાનું જાહેર કર્યું હતું.
શહીદ આર્મીમેન ભરતભાઈ બાલુભાઈ પરમારનો પાર્થિવ દેહ આજે રાજસીતાપુર લાવવામાં આવશે જ્યાં માનભેર અંતિમયાત્રા કાઢવામાં આવશે અને સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.






