મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: રાવળિયાવદરમાં 5 વર્ષીય બાળકી પર 40 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ 

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામે 5 વર્ષની બાળકી પર 40 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું હ

સુરેન્દ્રનગર: રાવળિયાવદરમાં 5 વર્ષીય બાળકી પર 40 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ 

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામે 5 વર્ષની બાળકી પર 40 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામે 40 વર્ષના નરાધમે 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું છે. બીજી તરફ આ બનાવની જાણ થતા DYSP સહિતના અધિકારીઓ રાવળિયાવદર દોડી આવ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ દ્વારા નરાધમની અટકાયત કરવામાં આવી છે. આ બનાવને લઈને ગામના લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, દાહોદમાં તાજેતરમાં 6 વર્ષની વિદ્યાર્થિની પર શિક્ષકે દુષ્કર્મ આચર્યા બાદ મોતને ઘાટ ઉતાર્યાના બનાવને લઇ રાજ્યમાં રોષની લાગણી ફેલાઇ છે. ત્યારે ધ્રાંગધ્રાના રાવળિયાવદર ગામે 5 વર્ષની બાળકી પર 40 વર્ષના નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાથી પ્રકાશમાં આવી છે.

આ સમાચાર શેર કરો