મહેસાણા: સોસાયટીમાં સાઇકલ ચલાવતી 4 વર્ષની બાળકીને કારે કચડી નાખી, ઘટનાસ્થળ પર જ મોત
મહેસાણામાંથી દર્દનાક ઘટના સામે આવી છે. મહેસાણાની સ્પર્શ વિલા સોસા

મહેસાણામાંથી દર્દનાક ઘટના સામે આવી છે. મહેસાણાની સ્પર્શ વિલા સોસાયટીમાંથી એક હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યાં એક કારે સોસાયટીમાં સાયકલ સવાર 4 વર્ષની બાળકીને કચડી નાખી હતી. જેના કારણે બાળકીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
4 વર્ષની બાળકીનું મોત
સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે એક 4 વર્ષની બાળકી સોસાયટીની અંદર એકલી સાઈકલ ચલાવી રહી હતી. દરમિયાન સોસાયટીના વળાંક પાસે એક કાર આવી હતી. જેના કારણે બાળકી ડરી ગઈ અને સાઈકલ સાથે નીચે પડી ગઈ.
બાળકી પર કાર ચઢાવી દીધી
બાળકીને જોયા પછી પણ, બેદરકાર કાર ચાલકે રોક્યો નહીં અને બાળકી પર કાર ચઢાવી દીધી હતી. કાર નીચે આવતા જ માસૂમ બાળકી કચડાઈ ગઈ હતી અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મૃતક બાળકીની ઓળખ 4 વર્ષની દિશા પટેલ તરીકે થઈ છે. બાળકીના મોતથી પરિવાર આઘાતમાં છે.






