JAMNAGAR : રામેશ્વરનગરમાં 33 વર્ષીય કોન્ટ્રાક્ટર યુવાને કર્યો આપઘાત, વધારે વજનની બીમારી કારણભૂત
Jamnagar News : જામનગરમાં રામેશ્વરનગરમાં રહેતા અને 140 કિલો વજન ધરાવતા કોન્ટ્રાક્ટર યુવાનનો વધુ

Jamnagar News : જામનગરમાં રામેશ્વરનગરમાં રહેતા અને 140 કિલો વજન ધરાવતા કોન્ટ્રાક્ટર યુવાનનો વધુ વજનની બીમારીથી કંટાળી જઈ આપઘાત કરી લીધો છે. શરીર ઘટાડવા માટે ઓપરેશન કરાવ્યા છતાં ફેર નહીં પડતાં આ પગલું ભરી લીધાનું પોલીસ તપાસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રામેશ્વરનગર નજીક રાજ રાજેશ્વરી સોસાયટી શેરી નંબર-9માં રહેતા અને કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા મનહરસિંહ પરબતસિંહ જાડેજા નામના 33 વર્ષના કોન્ટ્રાક્ટર યુવાને ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના કુટુંબી ક્રિપાલસિંહ વિજયસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી બી-ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ શોયબભાઈ મકવા એ મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન મૃતકનું વજન 140 કિલોથી વધુ હતું, જે વજન ઘટાડવા માટે તેઓએ બે વખત ઓપરેશન કરાવેલા હતા. તેમ છતાં વજન ઓછું થયું ન હતું, ઉપરાંત અમુક ખોરાક પણ ઘટાડવાનું જણાવ્યું હતું. જે તકલીફના કારણે આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.






