મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી : ખાંભામાં 3 વર્ષની બાળકી પર સગા કાકાએ આચર્યું દુષ્કર્મ

Amreli News : અમરેલી જિલ્લાના ખાંભા પંથકના એક ગામમાં 3 વર્ષ અને 11 મહિનાની બાળકી સાથે સગા કાકાએ દુષ્કર્મ

અમરેલી : ખાંભામાં  3 વર્ષની બાળકી પર સગા કાકાએ આચર્યું દુષ્કર્મ

Amreli News : અમરેલી જિલ્લાના ખાંભા પંથકના એક ગામમાં 3 વર્ષ અને 11 મહિનાની બાળકી સાથે સગા કાકાએ દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે બાળકીની સગી કાકીએ તેના પતિને આ દુષ્કર્મ કરવામાં મદદ કરી હતી. પોલીસે આ કાકા-કાકી બંનેની ધરપકડ કરી POCSO એક્ટ અંતર્ગત કાર્યવાહી કરી છે. 

કાકીએ બાળકીને પકડી રાખી અને કાકાએ દુષ્કર્મ આચર્યું

આ ઘટના અંગે પ્રાપ્ત થઇ માહિતી અનુસાર ખાંભા પંથકના એક ગામમાં 3 વર્ષ અને 11 મહિનાની બાળકી સાથે સગા કાકાએ દુષ્કર્મ આચર્યું છે. કાકાએ  આ બાળીને ચોકલેટ આપવાની લાલચ આપી એક ઓરડીમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. આ હવસખોર બાળકી પર દુષ્કર્મ કરી રહ્યો હતો ત્યારે તેની પત્નીએ બાળકીને પકડી રાખી દુષ્કર્મ કરવામાં પતિની મદદ કરી હતી. 

પોલીસે આરોપી કાકા-કાકીની કરી ધરપકડ

ઘટનામાં દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ ખાંભા પોલીસ સ્ટેશનમાં મોડી રાતે નોંધાયા બાદ પોલીસે  ઘટનાની ગંભીરતા દાખવી બંને  આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે તેમજવધુ કેટલાક પુરાવા એકત્ર કરવા કવાયત હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો