મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

MEHSANA : ઊંઝાના વણાગલા ગામમાં 2 વર્ષના બાળકને થયો ભયાનક GBS રોગ

Mehsana News : મહેસાણામાં 2 વર્ષના બાળકમાં GBS જેવો ભયાનક રોગ જોવા મળ્યો છે. GB

MEHSANA : ઊંઝાના વણાગલા ગામમાં 2 વર્ષના બાળકને થયો  ભયાનક  GBS રોગ

Mehsana News :  મહેસાણામાં 2 વર્ષના બાળકમાં GBS જેવો ભયાનક રોગ જોવા મળ્યો છે. GBSના અંદાજીત અત્યાર સુધી ગુજરાત માં 10 જેટલા કેસ જોવા હોવાનું જાણવા મળ્યું છે. 

મહેસાણા જિલ્લામાં ઊંઝા તાલુકાના વણાગલા ગામમાં અક્ષકુમાર વિજયભાઈ ચૌધરી નામના બાળકને GBS ભયાનક રોગ થયો છે. આ બાળકને હાલ મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ ભયાનક રોગમાં બાળકને સૌથી પહેલા કમરના નીચેના ભાગમાં પેરાલીસીસ થવાની શરૂઆત થાય છે પછી તે ધીરે ધીરે ઉપરના ભાગમાં આવે છે  અને પછી બાળકને વેન્ટિલેટર રાખવાની ફરજ પડે છે. આ કેસમાં જો જલ્દી રિકવરી ન આવે તો રિકવરી આવતા  ત્રણ થી છ મહિના લાગી જાય છે  અને ખર્ચો પણ 15 થી 20 લાખ રૂપિયા સુધી થતો હોય છે.

ડોક્ટરના જણાવ્યાં અનુસાર આ બીમારી દેશમાં દર 2 લાખ બાળકોમાંથી 1 બાળકમાં જોવા મળે છે. આ બાળક ના પિતા ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને આ બાળકની સારવારનો ખર્ચ લાખોમાં હોવાથી હાલ આ ખેડૂત પરિવાર પણ મુશ્કેલીમાં મુકાયો છે.

આ સમાચાર શેર કરો