મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ઠાસરા: ઘરમાં અભ્યાસ કરતા 12 વર્ષના બાળકને સાપે ડંખ માર્યો, સારવાર દરમ્યાન મોત

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પીપલવૈડા ગામમાંથી સાપ કરડવાની ઘટના સામે આવી છે. પીપલવૈડા ગામનીભા

ઠાસરા: ઘરમાં અભ્યાસ કરતા 12 વર્ષના બાળકને સાપે ડંખ માર્યો, સારવાર દરમ્યાન મોત

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના પીપલવૈડા ગામમાંથી સાપ કરડવાની ઘટના સામે આવી છે. પીપલવૈડા ગામનીભાગોળે આવેલા પીકઅપ સ્ટેન્ડની પાછળ પંચવટી ફળીયામાં રહેતા  કિર્તન રાઠોડનો પુત્ર આશીષકુમાર રાઠોડને સાપે ડંખ માર્યો હતો. બાળકની ઉંમર 12 વર્ષની હતી અને ઘરમાં અભ્યાસ કરતા સમયે અચાનક સાપ આવી ચઢ્યો હતો.

બાળક અભ્યાસ કરતો હતો તે સમયે સાપે ડંખ માર્યો

બાળક અભ્યાસ કરતો હતો તે સમયે સાપે ડંખ માર્યો હતો. સર્પ દંશ પછી આશિષ બેભાન થઈ ગયો હતો. પરિવારજનો ગભરાઈ ગયા હતા અને  બુમાબુમ કરી મૂકી હતી બુમાબુમ સાભળતાં  ફળિયામાંથી લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા.

સારવાર મળે તે પહેલાં જ બાળકનું મોત

 બાળકને સારવાર અર્થે તાત્કાલિના ધોરણે ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જેનું સારવાર દરમ્યાન મોત થયું હતું. અકાળે બાળકનું મોત નીપજતા પરિવારમાં આક્રંદ છવાયો હતો. ઉલ્લેખનીય છે સાપ કરડીને જતા રહ્યા પછી લોકોમાં પણ ડરનો માહોલ છવાયો હતો.

આ સમાચાર શેર કરો