ભારે વરસાદના કારણે રેલ વ્યવહાર ખોરવાયો, પોરબંદરથી પસાર થતી 9 ટ્રેનો રદ કરવામાં આવી
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે વાહન અને રેલ વ્યવહારને પણ અસર થઇ છે. ભારે વરસાદને કારણે ર

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે વાહન અને રેલ વ્યવહારને પણ અસર થઇ છે. ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે. પોરબંદરથી પસાર થતી 9 ટ્રેનોને રદ કરવામાં આવી છે. પોરબંદર કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવવાને કારણે ટ્રેનોને રદ કરવામાં આવી છે.
પોરબંદરથી પસાર થતી આ ટ્રેનોને રદ કરવામાં આવી
1. 09579 ભાવનગર પોરબંદર સ્પેશિયલ
2. 19207 પોરબંદર રાજકોટ
3. 19208 રાજકોટ પોરબંદર
4. 19269 પોરબંદર મુઝફ્ફરપુર એક્સપ્રેસ
5. 199016 પોરબંદર દાદર એક્સપ્રેસ
6. 09549/09550 પોરબંદર ભાણવડ પોરબંદર
7. 09515/09516 પોરબંદર કાનાલુસ પોરબંદર
8. 09565/09568 પોરબંદર ભાવનગર પોરબંદર
9. 19571/19572 રાજકોટ પોરબંદર રાજકોટ
પોરબંદરમાં 24 ઇંચથી વધુ વરસાદ
ભારે વરસાદને પગલે પોરબંદર પૂરબંદર બની ગયું છે. સૌરાષ્ટ્રમાં અષાઢ અનરાધાર વરસી રહ્યો છે ત્યારે મેઘરાજાનું રૌદ્ર રૂપ જોવા મળ્યુ હતું. પોરબંદરમાં 24 કલાકમાં 24 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને પગલે સેંકડો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને લોકોના ઘરો અને ઓફિસોમાં પાણી ભરાઇ ગયા હતા.
ભારે વરસાદને પગલે રેલવે અને એસ.ટીએ અનેક રૂટ કેન્સલ કરવાની ફરજ પડી છે તેમજ પોરબંદર,દ્વારકા સહિતના સ્થળોએ વિજપૂરવઠો પણ ખોરવાઇ ગયો હતો. હજુ ત્રણ-ચાર દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.








