મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર: લકઝરી કારમાં સિનસપાટા કરનારા 9 નફ્ફટ નબીરાઓ પોલીસ પકડમાં, રીલ્સ બનાવવી ભારે પડી

ગાંધીનગરના રાયસણ ખાતે ગિફ્ટ સિટીને જોડતા સિગ્નેચર બ્રિજ ઉપર ૧૦થી વધુ મોંઘી દાટ કાર સ

ગાંધીનગર: લકઝરી કારમાં સિનસપાટા કરનારા 9 નફ્ફટ નબીરાઓ પોલીસ પકડમાં, રીલ્સ બનાવવી ભારે પડી

ગાંધીનગરના રાયસણ ખાતે ગિફ્ટ સિટીને જોડતા સિગ્નેચર બ્રિજ ઉપર ૧૦થી વધુ મોંઘી દાટ કાર સાથે સ્ટંટ કરતા નબીરાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. અને તેના કારણે ગાંધીનગર પોલીસે આ નફ્ફટ નબીરાઓની શાન ઠેકાણે લાવી છે.

લકઝરી કારમાં સિનસપાટા કરનારા 9 નબીરાઓને પોલીસે દબોચ્યા

ગાંધીનગરના 'આઇકોનિક રોડ' પર લકઝરી કારમાં સિનસપાટા કરનારા 9 નબીરાઓને પોલીસે દબોચ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે આ નબીરાઓએ 2 મહિના પહેલાં રીલ્સ બનાવી હતી.

. ભાઈજીપુરાથી રાયસણના સિગ્નેચર બ્રિજને જોડતા માર્ગ ઉપર ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને જાણે કોઈ વીઆઈપીનો કાફલો જતો હોય તે પ્રકારે સ્ટંટ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં એક સાથે તમામ કાર બ્રિજ ઉપર પાર્ક કરીને રોડને જામ કરવામાં આવ્યો હતો.

૧૯૦ કરતાં વધુની સ્પીડ સાથે કાર હંકારતો વીડિયો પણ વાયરલ

સોશિયલ મીડિયામાં ગુજરાતી ગીત સાથે આ વીડિયો વાયરલ થયો હતો જેના શબ્દો હતા કે, ખુનમાં છે ખુમારી તે કાયમ રહેવાની, પડી એને પૂછી લેજે અમારી મરદાની, ભૂલ કરી છે મોટી અમને નડવાની.. અમે કાયર નથી અમે ફાયર છીએ તારી ઓકાતના બહાર છીએ.. એટલું જ નહીં આ માર્ગ ઉપર ૧૯૦ કરતાં વધુની સ્પીડ સાથે કાર હંકારતો વીડિયો પણ વાયરલ થયો હતો.

આ સમાચાર શેર કરો