મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરુચ : ડમ્પરની ટ્રોલી વીજતારમાં ફસાતા મચી દોડધામ, 8 વીજપોલ થયા ધરાશાયી

Bharuch News : ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મદીનાપાર્ક સોસાયટીમાં માટી ભરેલા ડમ

ભરુચ : ડમ્પરની ટ્રોલી વીજતારમાં ફસાતા મચી દોડધામ, 8 વીજપોલ થયા ધરાશાયી

Bharuch News : ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ મદીનાપાર્ક સોસાયટીમાં માટી ભરેલા ડમ્પરની હાઇડ્રોલિક  ટ્રોલી માટી ખાલી કરતા સમયે વીજતારમાં ફસાતા આઠ જેટલા ચાલુ વીજપોલ ધરાશાયી થતાં  દોડધામ મચી ગઈ હતી. જોકે સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.

ભરૂચના પશ્ચિમ વિસ્તારના શેરપુરા-ડુંગરી માર્ગને અડીને આવેલ મદીનાપાર્ક સોસાયટીમાં એક ડમ્પરચાલક માટી ભરીને ત્યાં ખાલી કરવા માટે આવ્યો હતો. આ સમયે તે પોતાના ડમ્પરની હાઇડ્રોલિક ટ્રોલી ઊંચી કરીને માટી ખાલી કરતો હતો. તે સમયે  ડમ્પરની ટ્રોલી વીજતારમાં ફસાઈ જતા  વીજતાર ખેંચાયા હતા. આ ઘટનામાં   આશરે  સાતથી આઠ વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. સ્થાનિકોના મકાનો પર લગાવેલા પતરા અને કપડાંઓ પણ બળી ગયા હતાં, પણ સદ નસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.

ઘટના બાદ ડમ્પર ચાલક સ્થળ પર ડમ્પર મુકીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતા જ વીજકંપનીના કર્મચારીઓએ સ્થળ પર દોડી આવી વીજપુરવઠો બંધ કરીને યુદ્ધના ધોરણે વીજ લાઇનના સમારકામની કામગીરી શરૂ કરી હતી.

આ સમાચાર શેર કરો