મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરામાં મુંબઈના વેપારી સાથે 8 કરોડની સોનાની ઠગાઈનો કેસ ઉકેલાયો, 7 આરોપીઓની ધરપકડ

સોર્સ: gstv

મુંબઈના વેપારી પાસેથી 8 કરોડથી વધુ કિંમતના સોનાના દાગીના મંગાવી વિશ્વાસઘાત અને ઠગાઈ કરવાના ગુનામાં વડોદરા શહેર પોલીસને મોટી સફળતા મળી છે. વાઘોડિયા રોડ પર શ્રી અંબિકા જ્વેલર્સ ધરાવતા મુખ્ય આરોપી ભાવિક સોનીએ વેપારીને દુકાને બોલાવી  સાડા પાંચ  કિલો સોનું તિજોરીમાં મુકાવી તે લઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટેકનિકલ સોર્સના આધારે ગોવાથી મુખ્ય સૂત્રધારને ઝડપી પાડીને સમગ્ર કાવતરામાં સામેલ કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 3 કરોડ 11 લાખથી વધુ કિંમતનું 2 કિલો 376 ગ્રામ સોનું કબ્જે કરવામાં આવ્યું છે.  

આ સમાચાર શેર કરો