Video: વડોદરામાં ભવ્ય રાવણ દહન

વડોદરાના પોલોગ્રાઉન્ડ ખાતે દશેરા પર્વ નિમિત્તે ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાયો હતો. રામલીલાના આયોજન સાથે હજારોની સંખ્યામાં નગરજનો આ ઉજવણીના સાક્ષી બન્યા હતા. આ પ્રસંગે 55 ફૂટ ઊંચા રાવણ, 52 ફૂટના કુંભકર્ણ અને 51 ફૂટના મેઘનાદનાં વિશાળ પૂતળાંનું દહન કરવામાં આવ્યું હતું. આગ્રાના 22 કારીગરોએ ત્રણ દિવસની મહેનતથી આ પૂતળાં તૈયાર કર્યાં હતાં. અસત્ય પર સત્ય અને અધર્મ પર ધર્મના વિજયના પ્રતીક સમાન દશેરા પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.







